STORYMIRROR

BINAL PATEL

Drama

2  

BINAL PATEL

Drama

તું આવીશ ને??

તું આવીશ ને??

1 min
1.1K




હા ચાલ આજે હું તને મારા સપનાના મહેલમાં ટહેલવા લઇ જાઉં છું,

એ મહેલમાં ભીડમાં પણ ક્યાંક પોતાની જાતને શોધું છું,

'હું ખોવાઈ ગઈ છું' મને શોધવામાં મદદ કરીશ ને?

તું આવીશ ને??


ચાલ આજે હું તને મારા વિચારોની દુનિયામાં વિહાર કરવું,

એ વિચારોમાં કેટલું પોતાપણું, આત્મીયતા, પ્રેમ, આદર, લાગણી,

બધું જ એટલું બધું ભરાઈ ગયું છે ને કે હવે એમાં ગુંગણામણ થાય છે,

એ વિચારોને વાચા આપવાનું ચાલુ તો કર્યું છે,

અરે! પણ મને સાંભળવા

તું આવીશ ને??


ચાલ આજે હું તને મારા અસ્તિત્વની વાત કરું,

હું માનવ જીવ, બધું જ મને તારા જેવું જ મળ્યું છે,

છતાં અબોલ, મંદબુદ્ધિ અને અસ્થિરમગજના લોકોની જેમ બધું જ ખાલી જોવું છું,

સમજુ છું, અનુભવ કરું છું, કાંઈ કરવા જાઉં તો અસ્તિત્વની લડાઈ લડું છું,

તો વિચારું છું કે પહેલા આ જ લડાઈ મારી અંદર રહેલા મન સાથે લડી લાઉ??

હા બસ એ જ લડાઈમાં હું જરાક ડગી જાઉં, થોભી જાઉં કે ગભરાઈ જાઉં ને,

તો મને મિત્ર, જીવનસાથી કે સારથી, મારો કૃષ્ણ થઈને

તું આવીશ ને?? બોલને તું આવીશ ને??


Rate this content
Log in

Similar gujarati poem from Drama