STORYMIRROR

Trupti Gajjar

Romance

4  

Trupti Gajjar

Romance

તું આવ

તું આવ

1 min
227

મારી ઉઘડતી બારીનું આકાશ બની તું આવ,

મારા બાગનું કોઈ પ્રથમ ફૂલ બની તું આવ,


શોધું છું હું તને મારામાં જ પ્રત્યેક ક્ષણેે ક્ષણ-

એવું મારા હોઠો પરનું સ્મિત બની તું આવ,


આંખોના કમાડથી તો દૂર છે જોજન સુુુધી;

પણ વહેલી સવારનું સ્વપ્ન બની તું આવ,


જીવંત છું હું એ પણ હવે તો ભૂલાઈ ગયું છે !

મારા ધબકતા હૃદયનો ધબકાર બની તું આવ,


તારા વિના હવે હોઠોને હાસ્ય તો શું મળવાનું ?

તારી યાદોમાં વહેતા અશ્રુની ધાર બની તું આવ,


આપણું આ સગપણ તો સમજી શું શકે જગત ?

તારા વિના અધૂરી રાધા, તું કાન્હ બની તું આવ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance