તું આવ ને
તું આવ ને
તારો સાથ અને તારો સંગાથ
મુજમાં જાણે ઉત્સવ ખીલવતો
એ ઉત્સવમાં તું આવ ને.
તારાથી વિયોગ સત્ય છે જાણું છું
જેમાં પ્રેમ અનહદ છે
એ પ્રેમમાં મને રંગવા તું આવ ને.
તારું હસવું તારી મસ્તી
જેના વગર મારી જિંદગી અધૂરી
એ જિંદગીને પૂરી કરવા તું આવ ને.
એકાંતમાં તારી યાદનું વાવાઝોડું
મુજ મહી ઝંઝાવાત જગાવી ગયું
એ યાદોને તાજી કરવા તું આવ ને.
તકલીફોમાં લડી લઈશું
હરેક દર્દ ને સહન કરી જઈશું
એ દર્દમાં મુખ પરનું સ્મિત બની તું આવ ને.
બધી ભૂલો અને બધો વાંક મારો
ચાલ માની લીધું મે આજે
ભૂલોને તારા સ્નેહથી સુધારવા તું આવ ને.
ચાલ આજે ફરી એકમેકના થઈ જઈએ
પૂરી જિંદગીને પ્રેમથી માણીએ
મારો પ્રેમ મારી જિંદગી હવે તું આવ ને.