તટિની - નદી
તટિની - નદી


નૈસર્ગિક નદીઓનું,
જતન કરતાં.....!
બચાવીએ નદીઓને,
મલિન થતાંં.....!
ગંગા નદીનું તીર્થ સોહામણું,
જળ છે એનું પાવન કરનારું.
મલિન કર્યું છે આજ,
પાણી એનું....!
માનવ ભૂલ્યો સ્વાર્થી થઈ,
માન એનું.....!
ક્યાં ગયા એ દિવસો આજે ?
ભરતા'તાં પાણી તટિનીને કાંઠે?
ન આપવા પડતા'તાં,
દામ કંઈ......!
સદા વિહરતા'તાં,
નિરોગીમયી.....!
નદીઓએ ઊંચા
પહાડો છોડ્યા....!
ને નમ્રતાં ધરી,
સાગરને મળી.....!
મા નું બિરૂદ પામી,
સઘળું ન્યાલ કર્યું....!
ન બંધાય બંધ પણ,
બંધનું નિર્માણ શક્ય કર્યું....!
તે માટે તું નહેર,
બની સંકળાઈ.....!
અછત પાણીની હોય,
ત્યાં નિહાલ કર્યાં સંકળાઈ...!
અહો માતાં ! તું ખરેખરી
લોકમાતાં.....!
તું સ્નેહનો દરિયો બની,
લોકમાતાં.....!