ટપાલ
ટપાલ
પગલાં ને મોજ પડે, મંઝિલ ને ક્યાં ફર્ક પડે
પગમાં જો મોજ ચડે, દર્દ માં ત્યાં ફર્ક પડે,
પામવાને ભલે પડછાયા, પાછળ છોને પડે
આગળ ડગ સંભાળી ને બસ આગવા પડે,
ટપાલ પીરસે શબ્દો, પૂષ્પો છાબમાં પડે
સૂકા પર્ણો ખખડે ગૂંજી, મસ્ત ફૂલે ફર્ક પડે.
