STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy

3  

'Sagar' Ramolia

Fantasy

ટીંગાય છે

ટીંગાય છે

1 min
467

આ આમ શાને માંયલો મૂંઝાય છે,

ધરપત અહીં સૌ, રોજ આપી જાય છે.

  

એ ઝાડને કોઈ કદી કાપી જશે,

જે આજ મોટા હેતથી રોપાય છે,

 

દીવાલને પણ ભાર મારો લાગશે,

મારી છબી તેના ઉપર ટીંગાય છે,

 

પાણી પહેલા પાળ બાંધી રાખવી,

આયોજનો આવા બધે ગંધાય છે,

 

આત્માતણો ‘સાગર’ હવે દીવો કરો,

આ બંધ આંખે ક્યાં જરા દેખાય છે ?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy