ટીચર
ટીચર
ભણવું ભણાવવું એ તો કર્મ છે,
એજ મુજ જીવન નો મર્મ છે,
બાળકોના શોરબકોર વચ્ચે,
મારુ મન મસ્તીમાં રાચે,
બાળ ખુશ રે એજ મુજ ધર્મ છે,
વ્યાકરણ ભણાવું, કવિતા ગાઉ,
મન પડે બાળકો વચ્ચે જમવા જાઉં,
એમા ન મને કોઈ શર્મ છે
ભણવું ભણાવવું એ તો કર્મ છે,
એજ મુજ જીવન નો મર્મ છે.