STORYMIRROR

Meena Mangarolia

Romance

3  

Meena Mangarolia

Romance

ટહૂકો

ટહૂકો

1 min
14K


આજ કોઈના 

ચહેરાનું નૂર જોઇને 

યાદોની તીવ્રતા ઘેરી બની,

મારા અસ્તિત્વના કણેકણમાં

હજારો વીંછીના ડંખ જેવી

રોમ રોમ વ્યાપી ગઈ છે હવે.

યાદો તને જોઈ ને ઘેરાઈ ગઈ વાદળ બની ગઈ આંખો

પવનની દિસામાં મીંટ મંડાયેલી રહે

આંસુઓ વહેણ બનીને 

નીસરે છે નદિઓમાંને દરિયા તરફ

તારી વિશાળતાને તાગવા,

હથેળી માં ઝીલાય છે સરોવર

ટહૂકાઓ મોરના કલેજા કોરે

મનનો માળો બંધાય છે,

હિંચકાની જેમ ઝૂલાવે 

બસ બધે જ દેખાય

જલ સ્થળ અને અવકાશમાં તું

અને

વિલાઈ જાઉં હું.....

  


Rate this content
Log in

Similar gujarati poem from Romance