STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Tragedy Thriller

3  

Dhanjibhai gadhiya "murali"

Tragedy Thriller

ઠોકર

ઠોકર

1 min
2

સમય રમત રમી ગયો મારી સાથે,

મુજને મુસીબતોમાં ફસાવી ગયો,

ક્યાંય પણ સહારો ન મળ્યો મુજને,

એકલતામાં હંમેશા સરકાવી ગયો,


ધન દૌલત ખૂબ હતી મારી પાસે,

મુજને અવળા રસ્તે ચડાવી ગયો,

પાયમાલીની લપડાક લગાવી મુજને,

જીવન સૂમશાન મારૂં કરતો ગયો,


મિત્રો મહેફિલ માણતાં મારી સાથે,

સૌને મારાથી દૂર કરતો ગયો,

વિશ્ચાસઘાતનું કલંક લગાડી મુજને,

અપમાનિત હાલતમાં મૂકતો ગયો,


વાતચીત કોઈ કરતું નથી મારી સાથે,

મારા ચહેરાનું સ્મિત છીનવી ગયો,

"મુરલી" ને આશ્રય છે હે શ્યામ તારૂં,

જિંદગીમાં મોટી ઠોકર ખાઈ ગયો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy