ઠાઠ અને ઠસ્સો
ઠાઠ અને ઠસ્સો
દેખાવ હોય સામાન્ય પણ ઠસ્સો જુદો જ હોય
દરેક દરેકને પોતાની એક અલગ ઓળખ હોય,
રજવાડા વખતે દરબારી ઠાઠ અને ઠસ્સો હતો
મૂંછ પર તાવ અને હાથમાં તલવાર એવો ઠાઠ હતો,
રાજસ્થાની ઠાઠ અને ઠસ્સા કંઈક અલગ હોય છે
રાણા પ્રતાપ અને અમરસિંહ રાઠોડ શૌર્ય કથાઓ છે,
પ્રોમ્પ્ટ પિક્ચર જોયું ને બાબુ મોશાય યાદ આવ્યા
બંગાળી બાબુના હાથમાં હુક્કો ખાસ ધ્યાન ખેંચ્યા,
ધોતી, લાંબો ઝભ્ભો પહેરીને બેઠા બંગાળી બાબુ
ખભે ખેસ અને વીઆઇપી ચેર પર બેઠા બાબુ મોશાય.
