Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kiran piyush shah "kajal"

Abstract

4  

Kiran piyush shah "kajal"

Abstract

ટેવ કાં પાડી તમે

ટેવ કાં પાડી તમે

1 min
328

અધવચાણે છોડવાની ટેવ કાં પાડી તમે ?

દ્વાર મનનાં ભીડવાની ટેવ કાં પાડી તમે ? 

બંધ બારી બારણાં રાખી શકો આદત થકી,

હાથ સાથે જોડવાની ટેવ કાં પાડી તમે ? 

મૌન રહેવું એટલું અઘરું નથી તો કેમ ત્યાં,

ભેદ સૌના ખોલવાની ટેવ કાં પાડી તમે ?

કોઈ પણ આરોપ સ્વીકારી શકાતો નથી,

એ બીજા પર ઢોળવાની ટેવ કાં પાડી તમે ? 

ખાસ સમજી રાખશે વિશ્વાસ, સોંપીને બધું, 

ત્યાં ભરોસો તોડવાની ટેવ કાં પાડી તમે ?

આમ બીજાના ખભે બંદૂક રાખ્યે શું થશે ? 

આમ તોડી ફોડવાની ટેવ કાં પાડી તમે ? 

બંધ બેઠી પાઘડીને પ્હેરવી સારું નથી ? 

કે બધુંયે ઓઢવાની ટેવ કાં પાડી તમે ?

Rate this content
Log in

Similar gujarati poem from Abstract