ટેક્સીમાં સમાયેલ યાદો
ટેક્સીમાં સમાયેલ યાદો
જિંદગીની સફર મારી
સમાયેલ છે ટેક્સીમાં
વાહનચાલકની નોકરી મારી
સમાયેલ છે ટેક્સીમાં
આપ્યાં મારી જીંદગીના બે દાયકા
તે યાદો સમાયેલ છે ટેક્સીમાં
આજે તક મળી છે મને તો હું રેસનો પોશાક પહેરીશ
યાદો રહી જશે ટેક્સી માં
તકનો લાભ ઉઠાવીને હું ભાગ લઈશ રેસમા
મારો ગણવેશ રહી જશે ટેક્સીમાં
આજે હું રેસ જીતવા માટે સો-એકસો વીસ ઝડપ રાખીશ
સાઈઠની સ્પીડ રહી જશે ટેક્સીમાં
રેસનું પરિણામ કોઈ પણ આવે
મારી જીંદગી રહી જશે ટેક્સીમાં
