STORYMIRROR

Deepa rajpara

Inspirational

4  

Deepa rajpara

Inspirational

તરવૈયો

તરવૈયો

1 min
228

આરંભ ન દીઠ્યો, જાણું નહિ કેવો હશે અંત

અનુભવની સાગર સહેલે ઘટનાઓ ઘટી અનંત,


પ્રોત્સાહનનાં પીઠબળે કરવાં નિશદિન ખંત

આશ-નિરાશનાં ભરતી ઓટે મેલ્યો નહિ તંત,


સુખ દુ:ખ કેરા વમળો વચ્ચે વિરોધ આંધી બલંત

નિષ્ફળતા કેરા મત્સ્યાસુરો ખાવા ધાયે તડપંત,


ખેડવાં જ્ઞાન જલધિ અગાધ જો શ્રમ પતવાર ચલંત

અડગ હો નિશ્ચય જો માનવી કેરા ધરા ચરણ ચુમંત,


'દીપાવલી' ભલે દીવડો નાનો, જલવું એને જ્વલંત

સફળતાની મંઝિલ કાજ ભરી પાણિમાં પાણી તરંત.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational