STORYMIRROR

Shaurya Parmar

Inspirational Others

3  

Shaurya Parmar

Inspirational Others

તરુવર ઉપર માળો રેહતો !

તરુવર ઉપર માળો રેહતો !

1 min
20.3K


તરુવર ઉપર માળો રેહતો,

ખાલી ખાલી ખાલી,

ખાલી એકદમ ખાલી,

એકલો બોલાવતો એ,

ઓ પંખીડા તમે આવો,

સાથે લાવો સાથે લાવો,

ઓલી મીઠી મીઠી વાતો,

ઓલી મીઠી મીઠી વાતો,


એકલો રેહતો,

માળો કેહતો,

નાનાથી થયા મોટા,

સંબંધ ક્યાં હતા ખોટા,

સ્નેહ હજુ અકબંધ છે,

હૈયે તારા લિસોટા,


એકલો બોલાવતો એ,

ઓ પંખીડા તમે આવો,

સાથે લાવો સાથે લાવો,

ઓલો કલરવ મીઠો લાવો,

હવે અમને ના સતાવો,


એકલતા

સાથે નિર્જનતા છે,

માળાની આ

વસમી કથા છે,

પંખીડા બધા ઊડી ગયા,

મીઠી યાદો છોડી ગયા,

માળાથી એ દૂર થયા,

કોણ જાણે કોના થયા ?


એકલો બોલાવતો એ,

ઓ પંખીડા તમે આવો,

સાથે લાવો સાથે લાવો,

સાથે ગીત મધુરા લાવો,

સ્નેહ બધે પથરાવો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational