STORYMIRROR

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Classics

0  

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Classics

તૃષા લાગે તમારી તો

તૃષા લાગે તમારી તો

1 min
252


તૃષા લાગે તમારી તો દર્શન ખરે દો છો.

ક્ષુધા જાગે તમારે કાજ તો દર્શન ખરે દો છો.


કરે તલસાટ જો કોઇ, હૃદય રોજે રહે રોઇ;

કરે પોકાર પ્રેમે તો તમે દર્શન ખરે દો છો... તૃષા લાગે.


કરે આનંદ આર્ત બની, ચઢાવે ભેટ ભાવ તણી

હૃદય અર્પે તમોને તો તમે દર્શન ખરે દો છો... તૃષા લાગે.


જપે તમને નિરંતર જે, રટે તેમ જ સ્તવે તમને,

તમારા ધ્યાનમાં ડૂબે, તમે દર્શન ખરે દો છો... તૃષા લાગે.


તમારામાં ગણે સુખ જે, વળી સંપત્તિ સમજે છે;

તમારામાં કરે આનંદ તો દર્શન ખરે દો છો... તૃષા લાગે.


બની ‘પાગલ’ તમારા પ્રેમજલમાં ન્હાય નિશદિન જે,

રહો તેના થકી ના દૂર, અપનાવી તમે લો છો... તૃષા લાગે.


- શ્રી યોગેશ્વરજી


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics