STORYMIRROR

Neeta Chavda

Romance Others

3  

Neeta Chavda

Romance Others

તરસ

તરસ

1 min
111

તરસતા રણ અને તપતી ધરાની, તમે પીડા શું જાણો     

ગગનથી વાદળો વરસે નહીં, તમે એ પીડા શું જાણો,    


દિ આખો નીકળે એમજ, તરસ ધરાની બુઝાઈ નહીં

અગનથી રોજ તપતી, એ ધરાની તમે પીડા શું જાણો,


તને સ્મરું અને આવે નહીં તું, આ મન રહે સદા તરસતું  

વિરહની વેદનામાં દિલ તડપે, તમે એ પીડા શું જાણો,   


જરા આવો તમે, તો લાગણીઓ ધોધમાર વરસે  

અશ્રુઓના વહેણમા વહેવાની, તમે પીડા શું જાણો,    


નીતાને મન રણ બની તડપતું રહે, એવું કદી ના બને   

પ્રેમમાં ગળા બૂડ ડૂબી જવાની, તમે પીડા શું જાણો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance