તરસ છે સરસ
તરસ છે સરસ
અપેક્ષા છે અંતરમાં, મુશળધાર તું વરસ,
બે પાંદડે થાઉં, લોક કહે વાહ રે વાહ સરસ,
કદીક મળી જાય એ, તો મળીએ અરસ પરસ,
ખુલ્લા પગે ચાલતાં, સાઇકલ કેડે કારની છે તરસ,
ધરાતું નથી મન ને, દન, મહિનાએ માગું વરસો વરસ,
મહેનતમાં મન નથી માનતું, ઝૂપડીએ નાખવા છે આરસ,
જોવડાવી જોશ ને પૂંછું છું, હથેલીએ છે મણી પારસ ?
દેવી ગુમાવી દહેજમાં, ને કોર્ટ કને યાચું છું વારસ,
અડધી કાઠીને વેળા બપોરેની, ખૂ ખૂ ચડી છે ઉધરસ,
જબકીને જાગી ગયો, લાગી મને આતમને ઊની તરસ,
આથમતી સંધ્યાએ નાહકના બધાં ગુમાવ્યાં છે વરસ,
રાખી હૈયામાં હામને, ઉપવાસે કરવી છે અગિયારસ,
તારું-મારુંની છોડવી તરસ, શેષને સજાવું છે સરસ,
કરી સંકલ્પ હવે, સાધનાએ સિદ્ધ થવાની લાગી તરસ,
ભટકું તો ચિધજે માર્ગ, તારા ચરણોમાં પીવો છે અમીરસ,
આવ્યો છું હું શરણે તારા, પ્રેમથી પીવડાવજે તું વીરરસ,
ઉજાળવા આતમને, "ભ્રહ્મ" ની એક આખરી છે તરસ,

