વિયોગ
વિયોગ
1 min
166
મળ્યા સંજોગ
નજરુંને, મળી થયો
નયન યોગ...
રેલાયું હૈયું
મળી મન મુરાદ
આતમે મોટી..!
સુખને દુઃખ
ફરે રથના પૈડાં
ચક્ર માફક..!
મળે આનંદ
વેદના ઉપજે છે
ખોયા વિયોગે..!
ધરુ ધીરજ
મરજી પ્રભુ તણી
ટાઢા કાળજે..!
મળ્યું અહીંથી
મનના ભાવે રચું
છૂટશે ત્યાંજ..!
ચાલ્યા કરશે
આવન ને જાવન
ક્રમ ઈશનો..!
પરિવર્તન
આધારે કુદરત
શોક ના કર..!
સંજોગ કેડે
આવે વિયોગ, કોઈ
નથી કાયમ..!
મળ્યું માણી લે
ખોવાયું જવા દેજે
યોગ જાણીને..!
સંભાવે જોતો
સંયોગ વિયોગને
સ્થિતપ્રજ્ઞ થૈ..!
મળ્યું એ ખોયું
શું ગુમાવ્યું જાણજે
હાથ ફેરવી !
