એ મુલાકાત
એ મુલાકાત
1 min
223
એ મુલાકાત
જન્માષ્ટમીના મેળે
લડી નયન !
ભીડના ધક્કે
ખબક્યો ખાડા મહી
લંબાવે કર !
ઘટના ઘટી
પલળેલા હૈયામાં
ફૂટી લાગણી !
ચકડોળમાં
ચક્કર કાપ્યા ચાર
જોડી જિંદગી !
ચરણ દાબે
કર, પ્રેમની પાળે
હસતાં હૈયાં !
ગબડે ગાડું
ચાલી હલેસે નાવ
એ મુલાકાતે !
