મજધાર
મજધાર
1 min
392
ચાલે છે સૌની
જીવન નૈયા સારી
સાંજ સવાર
કોઈની વેગે
ડગ ભરે કોઈની
કોઈની ઊભી
છેડા બે મળ્યા
ચાલતી હોડી મારી
ટાઢા કાળજે
આફતે કાણું
મધ્યે ગુમાવું માત
ભરાયું પાણી
ફાટ્યો પાલવ
મઝાધારે ઝટકો
રોતાં હલેસાં
ભડકે બળે
જળ, નયનો ચૂવે
કોરી કોઠીએ
ભણાવે પાઠ
હૈયે હંસલો પૂરી
નીંદર ખોઈ
મળે સંજોગ
પાન તર્યું તરાપે
હોડકું સાંધી
ઉલેચી વેળા
મળ્યો માંડ કિનારો
પાટી પેનમાં
મહિને બાંધ્યો
મહેલ મહેનતે
ઝૂપડાં તણો
જાત ભાગીને
બાંધું છું, રોજ ભારો
રોતા હૈયામાં...
વહેશે તારી
નાવડી, મઝધારે
આંસુ લૂછીને
આવે કિનારે
કરજે સાદ મોટો
લેવા હલેસું
આપવીતીને
અનુભવે છું ઊભો
વિશ્વાસ પાકો
હલેસું ડોલે
ભરી હૈયે હિંમત
ટકોરો દેજે
