ઉપકાર
ઉપકાર
1 min
167
અગણિત છે
ઉપકાર, ભૂલશો
નહીં મા બાપ..!
ઉપકારનો
દેશો કહી કદીએ
અપકારથી..!
ઋણ અન્યનું
રાખવું નહીં કદી
ભાર છે મોટો..!
ફોગટે કંઈ
ન રાખતો લોભ
વજન ખભે..!
જવાબદારી
સમજ, ફરજ છે
સહાયકારી,
લૂંછતાં આંસુ
મૂડી બનતી જમા
સંતોષી ઊંઘ..!
બને તો થોડું
કાપજે, થતો ટૂંકો
હરિ મારગ..!
તોળી માપીને
દાન દક્ષિણા અર્પે
ત્રાજવા એનાં..!
એ દઈ દીધું
એના ભાયગે ધરા
નીકળ્યો ચાલી..!
દેવું ચૂકવું
ફેડવું નિત ઋણ
વિના બદલે..!
