પ્રિયતમ
પ્રિયતમ
1 min
138
થયું અજીબ
દર્શન પ્રિયતમ
બગીચા મહીં !
મળી નજરું
લડાઈ ગયું નેણ
ત્રાંસી નજરે !
અંતર ભાવે
એકમેકમાં ફૂટે
વહે લાગણી !
ના સહેવાયું
ભાવ વિભોર મન
પહેલ કોની !
મોસમ મેઘે
રચે મુશળધાર
પલળે હૈયું !
ચાલતી છત્રી
દિલો વચ્ચે છે દાંડી
સ્ટેશન લગી !
ઘડિયા લગ્ને
પ્રિયતમ છે અગ્નિ
સાક્ષી મંડપે !
