સમય પળ ક્ષણ
સમય પળ ક્ષણ
હું છું સમય અવિરત ચાલુ છું પકડ તક,
આ તે સમય રૂપ તારાં જૂજવાં નામ બદલું,
મળતું વર્ષે પળ, ઘડીને વેળા દન, મહિનો,
સવાર, સાંજ, બપોર, રાત્રિ મધ્યે પ્રભાત ફાટ્યું,
અઠવાડિયું પક્ષ, યુગ, સદીઓ મનવંતર,
ભાગતો સુખે દુઃખમાં અટકતો મન અચંબે,
આવતો, જતો અવિરત છે ગતિ બંધન મારે,
જે કર્યું જેણે કલમ વિના માપ નોંધણી અહીં,
સમય સૌનો પરિશ્રમીનો ખૂટે વધુ આળસે,
રહું ફરતો મળું સૌને સમયે કહું સમય,
મારા સમયે બાપ-બેટો બેઉં તું સમય તારો,
સમય સોનું પકડે તો બધો તારો નહીં તો મારો,
સમયે રંગો ઉપાડે એજ તારાબધા છે સારા,
હું છું સમય અવિરત ચાલુ છું પકડ તક.
