બાપુ... જંગે આઝાદી
બાપુ... જંગે આઝાદી
1 min
107
લાખો લોકોને, લાકડીની અણી એક અડી...
વાનના નખરાને નીરખી ખુદ વળગી પડી..!
જગ આખામાં અચરજે, અચંબો વહાવ્યો...
બે બાણનો નિર્મળ ભાથો, ખભે વસાવ્યો..!
જીવન સાદુને, ઊંચા વિચારનો ડગલો ભરાવ્યો...
ખુદને છોડી, માભોમ ખાતર ઝંડો લહેરાવ્યો..!
ચપટી હાડકાંને, પાંચ ફૂટનો મનખો જોયો...
નાનકડી પોતડી, ભૂરીયાને કેટલી ભારે પડી..!
એ દાદ કેરી છાતી, દાંડીએ જઈ ચડી...
લાકડીના સ્તંભે "ત્રિરંગા"ની, શાન ખડી..!
