STORYMIRROR

sureshbhai patel

Others

3  

sureshbhai patel

Others

મઝધાર

મઝધાર

1 min
200

ચાલે છે સૌની

જીવન નૈયા સારી

સાંજ સવાર..!


કોઈની વેગે

ડગ ભરે કોઈની

કોઈની ઊભી..!


છેડા બે મળ્યા

ચાલતી હોડી મારી

ટાઢા કાળજે..!


આફતે કાણું

મધ્યે ગુમાવું માત

ભરાયું પાણી..!


ફાટ્યો પાલવ 

મઝધારે ઝટકો

રોતાં હલેસાં..!


ભડકે બળે

જળ, નયનો ચૂવે

કોરી કોઠીએ..!


ભણાવે પાઠ

હૈયે હંસલો પૂરી

નીંદર ખોઈ..!


મળે સંજોગ

પાન તર્યું તરાપે

હોડકું સાંધી..!


ઉલેચી વેળા

મળ્યો માંડ કિનારો

પાટી પેનમાં..!


મહિને બાંધ્યો

મહેલ મહેનતે

ઝૂપડાં તણો..!


જાત ભાગીને

બાંધું છું, રોજ ભારો

રોતા હૈયામાં...


વહેશે તારી

નાવડી, મઝધારે

આંસુ લૂછીને..!


આવે કિનારે

કરજે સાદ મોટો

લેવા હલેસું..!


આપવીતીને

અનુભવે છું ઊભો

વિશ્વાસ પાકો..!


હલેસું ડોલે

ભરી હૈયે હિંમત

ટકોરો દેજે..!


Rate this content
Log in