તૃપ્તિ
તૃપ્તિ


તારા મનમાં તું માનવી વિચાર જીંદગી શા માટે???
તૃપ્તિ નથી તારી અંદર જીવન શા કામનું.
ઘેર રાખી મોટર ને ઘોડાગાડીઓ બગી,
તૃપ્તિ નથી તારી અંદર આ વૈભવ શા કામનો.
તારી રોશની બધીએ શ્વાસ છે ત્યાં લગી,
તૃપ્તિ નથી તારી અંદર જીવન શા કામનું.
નહિ રાખે ઘરમાંહિ ઘડીવાર,
તૃપ્તિ રાખી નહીં એ બંગલા શા કામના.
કરી કાળા બજાર રળ્યો નાણાં ઝાઝા,
તૃપ્તિ નથી તો આ નાણાં શું કામનાં.
તે તો ભેળુ કીધું છે ધન મૂઠે મૂઠે,
તૃપ્તિ નથી તો આ ધન શા કામનું.
ભર્યા કાળાકર્મોના ભાવથી વખાર,
તૃપ્તિ નથી તો ભાવના શા કામની...