STORYMIRROR

MILAN LAD

Drama Tragedy

3  

MILAN LAD

Drama Tragedy

તોય શાને પતંગ કપાયો?

તોય શાને પતંગ કપાયો?

1 min
519



લાગણી ભીનો પતંગ આ મારો,

પૂછડિયો પાછો આભલાં વાળો.

કિન્ના બાંધી મેં તો હેતના દોરથી,

તોય શાને મારો પતંગ કપાયો?


કંકાશ કેરી પેચ હું કદી ના લડાવું,

નમન બાંધી કાયમ નમતો જ રાખું.

રાખ્યો ભીડથી મેં અલગ અટૂલો,

તોય શાને મારો પતંગ કપાયો?


સમજાવ્યો એને ઘડીએ ઘડીએ,

વિશ્વાસે બાંધી ગુલાંટ ના મારીએ.

સ્થિર બની જોને ચગતો આભલે,

તોય શાને મારો પતંગ કપાયો?


ભૂલ મારી મેં કર્યો આ અખતરો,

નામ દઈ સંબંધનું બનાવ્યો મારો!

ગયો દૂર થયો આંખોથી ઓઝલ,

કદાચ, આ દુરી થકી એ કપાયો.


લાગણી ભીનો પતંગ આ મારો,

પૂછડિયો પાછો આભલાં વાળો.

હેત તણો માંજો હતો મારો પાક્કો,

તોય શાને મારો પતંગ કપાયો?


Rate this content
Log in

Similar gujarati poem from Drama