તો શું કરીએ!
તો શું કરીએ!
યાદો ધડકનને છેતરે તો શું કરીએ
આંખો સપના વેતરે તો શું કરીએ !
પૂછી પૂછીને માંડો પગલું આગળ,
રાહ મંઝિલની છેતરે તો શું કરીએ !
પ્રવાહ સામા પુરનો પાર કર્યા પછી,
આખરે ડુબાડે વમળ તો શું કરીએ !
હૈયું બને હળવું, વહી જાય આંસુ,
લાગણી વહી નીકળે તો શું કરીએ !
જીવતર હો ઝેર,હસતા પી જઈએ,
છતાં જીવી જવાય, તો શું કરીએ !
જવાબ દરેક સવાલના મળે છતાં,
સવાલ, જવાબ બને તો શું કરીએ !
