STORYMIRROR

Shaurya Parmar

Romance Others Classics

2  

Shaurya Parmar

Romance Others Classics

તો પાછી આવજે

તો પાછી આવજે

1 min
14.1K


પડે જો વરસાદ 

ને મારી આવે યાદ...

તો પાછી આવજે...

ને પછી આંખોએ 

આવે શ્રાવણ ભાદ...

તો પાછી આવજે...

બંધ કમાડ રિવાજોથી 

તૂટે ને આવે નાદ...

તો પાછી આવજે...

રંજ નથી મને કોઈ 

પણ શ્વાસે આવે સાદ...

તો પાછી આવજે...

છોડ્યોતો તે મને 

એ આવે ફરી યાદ...

તો પાછી આવજે...

ગણી પોતાનો મને 

હોય જો ફરિયાદ...

તો પાછી આવજે...

પડે જો વરસાદ 

ને મારી આવે યાદ...

તો પાછી આવજે...

ને પછી આંખોએ 

આવે શ્રાવણ ભાદ...

તો પાછી આવજે....


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance