તો કેવું
તો કેવું
તો કેવું ?.… –ગઝલ
છંદ-તવીલ
લગાગા લગાગાગા લગાગા લગાગાગા
યુગોથી રમે આ જગ ધરી વેર ઉન્માદો
ભરી પ્રેમ છલકાવું સુખ સદા હું તો કેવું?
ભલું થાય સૌનું છે જ એમાં જગ ભલાઈ
સરે ભાવ હૈયે નીત શાણા જ તો કેવું?
ભલે ને મળે થોડું જ પણ હોય હિતકારી
સંતોષ ઉરે ઠારે જ શાતા જ તો કેવું?
Advertisement
x; font-family: inherit; font-style: inherit; font-weight: 700; margin: 0px; outline: 0px; padding: 0px; vertical-align: baseline;">અવરના જ દુઃખે જો અનુભવાય એ દુઃખો
બને ધર્મ સાચો એ જ સૌનો જ તો કેવું?
રમે કોડ મનમાં થાવું તો પુષ્પ રે થાવું
મળે ભાગ્ય દેવા ફળ જ આ જન્મ તો કેવું?
વિધાતા થઈ જાયે જ આ જીંદગી ઝરણું
સજાવું જ હૈયે લીલુડી ભાત તો કેવું?
રમું માત જેવું આ જગે આશિષે તારા
ખુશ જ હું અને ખુશ ઉપરવાળો જ તો કેવું?
મળે ભાગ એવા 'દીપ વૃન્દાવને વિહરી
પરમ પ્રેમમાં ગોપી સમ થવાય તો કેવું?
રમેશ પટેલ(આકાશદીપ)