Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramesh Patel (Aakashdeep)

Inspirational

4.5  

Ramesh Patel (Aakashdeep)

Inspirational

તો કેવું

તો કેવું

1 min
354


યુગોથી રમે આ જગ ધરી વેર ઉન્માદોભરી

પ્રેમ છલકાવું સુખ સદા હું તો કેવું ?


ભલું થાય સૌનું છે એમાં જગભલાઈ

સરે ભાવ હૈયે નીત શાણા તો કેવું ? 


ભલે ને મળે થોડુંજ પણ હોય હિતકારી

સંતોષ ઉરે ઠારેજ  શાતા તો કેવું ? 


અવરનાજ દુઃખે જો અનુભવાય એ દુઃખો

બને ધર્મ સાચો એજ સૌનો તો કેવું ? 


રમે કોડ મનમાં થાવું તો પુષ્પ રે થાવું

મળે ભાગ્ય દેવા ફળજ આ જન્મ તો કેવું ? 


વિધાતા થઈ જાયે જ આ જીંદગી ઝરણું

સજાવું  હૈયે લીલુડી ભાત તો કેવું ? 


રમું માત જેવું આ જગે આશિષે તારા

ખુશ હું અને ખુશ ઉપરવાળો જ તો કેવું ? 


મળે ભાગ એવા ‘દીપ' વૃન્દાવને વિહરી

પરમ પ્રેમમાં ગોપી સમ થવાય તો કેવું ? 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational