તો કેવું સારું !
તો કેવું સારું !
પાનખર બની વેરવિખેર થઈ ગયું આ જીવન,
વસંત બનીને કોઈ આવે તો કેવું સારું !
હાસ્ય એ જાણે રૂસણા લીધા હોઠોથી,
સ્મિત બનીને કોઈ આવે તો કેવું સારું !
ઉદાસી હતાશા જાણે દિલની મહેમાન બની ગઈ,
કોઈ ઉત્સાહનું ઝરણું બનીને આવે તો કેવું સારું !
રંગ વિહીન બન્યું છે આ જીવન મારું,
મેઘધનુષ્ય બની કોઈ આવે તો કેવું સારું !
અમાસ જેવું અંધકારમય બન્યું આ જીવન,
કોઈ પૂર્ણિમાનો ચાંદ બનીને આવે તો કેવું સારું !
