STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy

3  

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy

તો હું શું કરું

તો હું શું કરું

1 min
144

હૈયે યાદોના ટોળા ઉમટ્યા કરે,

યાદો એની સતાવ્યા કરે તો હું શું કરું ?


પોતાનાં જ રડાવી જાય, દઈ જાય હૈયે ડામ,

રડી ઊઠે આંખો તો,

હું શું કરું ?


ગુલાબ સમજીને છોડ ઉછેર્યા અમે,

પણ કંટક બની વાગી જાય એ જ,

તો હું શું કરું ?


વસંત સમજી ઉતારો આપ્યો,

હૃદયના ઉદ્યાનમાં,

પણ પાનખર બની ઉજાડે એ દિલનો બાગ,

તો હું શું કરું ?


માછલી છું હું તો મીઠા જળની,

ઘડીકમાં બની જાય તે સહરાનું રણ,

તો હું શું કરું ?


આજે નહિ તો કાલે આવશે,

મારા છે મારા બનીને આવશે,

એવી બધી આશા ઠગારી નીકળે,

તો હું શું કરું ?


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy