તો હું માનું
તો હું માનું
વરસના છેલ્લે દિવસે કાર્નિવલમાં જાય ખરા,
પણ અજાણ્યાને શેક હેન્ડ કર્યા હોય તો હું માનું.
યાર, હમણાં તો ધંધામાં મંદી ચાલે છે એવું કહેનારો,
જલસા કરતો હોય તે કરચોર જ હોય તો હું માનું.
નવું વરસ આવ્યું..કરીને બફાટ કરી બાફો નહી!!!,
દિવાળીને સૌનો વરસનો છેલ્લો દિવસ કહો તો હું માનું.
મને યાદ છે તમે દિવાળીમાં સુરસુરીયું ફોડ્યું ન હતું,
એ'લા'વ!,અંગ'રે'જ'ડા'વ' વા'હે' ગાંડા ન થાવ તો હું માનું.
અંગ્રેજી ભણ્યાં હોય પણ કૂતરાં ને હ'ઈ'ડ' કહેવું જ પડે,
હા'વ, હા'સુ કે'જો જેવું બોલો'સો એવું લખો તો માનું.