તણખૌ
તણખૌ


એક નાનકડો તણખો પણ,
ભયંકર આગ લગાડી શકે છે,
અજાણતાં બોલાયેલા કટુ શબ્દોય,
કોઇને દઝાડી શકે છે.
આશ્વાસનના મીઠાં બે બોલમાં,
ગજબની શક્તિ હોય છે,
દુ:ખ દર્દ પળવારમાં,
આપ્તજનોના એ ભગાડી શકે છે.
પ્રોત્સાહનના શબ્દોમાં,
કેટલી તાકાત છે એ જુઓ તમે,
હારેલી વ્યક્તિમાં ફરીથી,
આત્મવિશ્વાસ જગાડી શકે છે.
બોલેલું કદી પાછું લઈ શકાતું નથી,
સમજણ કેળવીએત,
મારા શબ્દોજ કદી,
તમારી બાજી બગાડી શકે છે.
ક્યારેક મૌન પણ હર સમસ્યાને,
ઉકેલવાની ચાવી બને,
ધીરજથી કરેલાં કાર્યોજ,
યશનો ડંકો વગાડી શકે છે.