તને કહેવાનું નથી
તને કહેવાનું નથી


રડવાનું, કરગરવાનું, મનાવવાનું હવે નહીં,
તું આવી જાને પાછો આમ કહેવાનું નહીં.
તારા વિના હું મરી જઈશ એવા વેવલા વેદિયા હવે નહીં,
અટલ બ્રિજ પર મોજથી ફરીશ મને ડરપોક સમજવાનું નહીં.
તારું આ દિવેલીયું મોં મને ફરી બતાવવાનું નહીં,
તારા મિત્રોને સમજાવી દેજે ફરી ચાન્સ મારવાનો નહીં.
સીધી સાદી હું તારી સાથે હતી એ ભૂલતો નહીં,
હવે જો પાછળ આવ્યો તો ગાળો દેતાં શરમાઈશ નહીં.