તને કેમ કહું ?
તને કેમ કહું ?
બે પટરી પર ચાલતી મારી ગાડી હવે,
મોનોરેલ થઈ ગઈ છે, તને કેમ કહું ?
શું કરું તારી વાણીનો સુવાસ કરતાં,
બકવાસ વધારે નડે છે, તને કેમ કહું ?
મૌન રહેવાની કરું કોશિશ પણ,
આંગળા નાંખી બોલાવે તું ! તને કેમ કહું ?
આપણી જાહેરાત કરતાં ગુણવત્તા આપણી,
કામથી અંકાય, તને કેમ કહું ?
વિરોધાભાસી કહેવતોનો વારસો,
સમજીને કર ઉપયોગ એ, તને કેમ કહું ?

