STORYMIRROR

Parag Pandya

Romance

3  

Parag Pandya

Romance

તને કેમ કહું ?

તને કેમ કહું ?

1 min
185

તું જ મારો પહેલોને છેલ્લો પ્યાર,

મારો ક્યાં છે હવે કોઈ યાર?

તને કેમ કહું ?


હું તો હું જ રહું બીજો કેમ બનું,

હા સુધારેલી આવૃત્તિ થઉં,

તને કેમ કહું ?


જ્યારથી સખી શરીરની ગઈ છોડી,

સીધું રહેતું નથી ઉભું આ,

તને કેમ કહું ?


ગાજ-બટન વગરનું કપડું લાવવા કહ્યું,

ને તું લઈ આવી કફન,

તને કેમ કહું ?


કેમ એવું છે ? જે છે એની કિંમત નથી,

જે નથી એની તમન્ના !

તને કેમ કહું ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance