STORYMIRROR

Parag Pandya

Romance

3  

Parag Pandya

Romance

તને કેમ કહું ?

તને કેમ કહું ?

1 min
170

જવાનીમાં ખૂબસૂરતી માણી'તી,

લાગતી હોઈશ જાજરમાન,

તને કેમ કહું ?


ફરીથી સાંભળવું છે, "ગમે છે તું !"

કહ્યું'તું જે એકવાર તેં,

તને કેમ કહું ?


જીંદગી આટલી ના દોડ,

વચલું કે અંતિમ સ્ટેશન ખબર તો પડે,

તને કેમ કહું ?


ગર્વ શેનો તને આટલો ?

યાદ રાખ કંઠ લઈ કોયલે ગુમાવ્યો રંગ,

તને કેમ કહું ?


નવોઢાની જેમ દાંતમાં,

પલ્લુ પકડી હસવું લાજવાબ અદા છે

તને કેમ કહું ? 


Rate this content
Log in

Similar gujarati poem from Romance