તને કેમ કહું ?
તને કેમ કહું ?
મારે પણ તને "બેબી" સંબોધન કરવું છે,
પણ ખબર નથી, તને કેમ કહું ?
જો તું સપને આવવાનો કર વાયદો,
તો હું સૂતો જ રહીશ, તને કેમ કહું ?
મુક્તક લખવા કહે પણ લખું તો,
તારી ગઝલ ના થાય પૂરી, તને કેમ કહું ?
એકવાર હવે ફરી મળી લેને કોને ખબર,
છેલ્લીવાર પણ હોય, તને કેમ કહું ?
તારા ખોળામાં માથું મૂકવું એ મારી,
શાશ્વત જરૂરિયાત છે, તને કેમ કહું ?