તને કેમ કહું ?
તને કેમ કહું ?
1 min
298
કંટાળો તને આવતો એટલે તું,
મોકલતી કોરી ટપાલ જવાબમાં,
તને કેમ કહું ?
પ્રણયે તારા થકવ્યો પણ ના હરાવ્યો,
હજી ચાહું છું તને જ,
તને કેમ કહું ?
હોઠ ખૂલે છે પણ શબ્દો હવા સાથે,
વિખરાઈ જાય છે એટલે,
તને કેમ કહું ?
આપણાએ માર્યો ધક્કો સમંદરમાં,
ને હું તરતાં ગયો શીખી,તને કેમ કહું ?
હવે દાંત કેટલીવાર જીભ કચરે છે,
પણ સાથે જ રહે છે ને,
તને કેમ કહું ?