Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

વર્ષા પ્રજાપતિ

Tragedy

5.0  

વર્ષા પ્રજાપતિ

Tragedy

તમને ક્યાં ખબર છે

તમને ક્યાં ખબર છે

1 min
506


પગ દુઃખે, ઊંઘ ના આવે, થોડું ચાલતાં હાંફ ચડે છે,

વૃદ્ધપણાની આ નિશાની એની તમને ક્યાં ખબર છે.

અજવાળવા તમ જીવનને અંધારામાં ખૂબ રહ્યાં છે,

તડકો વેઠી જીવન વીતે એની તમને ક્યાં ખબર છે.


પ્રભુ પ્રતીક્ષામાં શબરી ઝૂરે છે એ તો તમને યાદ છે,

પૌત્ર વિરહમાં દાદી રડે એની તમને ક્યાં ખબર છે.

પાકું પાન કહીને લોકો આજે જેને સંબોધે છે,

ક્યારેક ખીલેલાં હતાં એની તમને ક્યાં ખબર છે.


વાયરા સાથે પાન ખરે, વડલો કંઈક વિચાર કરે છે,

એંધાણ આ પાનખરના એની તમને કયા ખબર છે.

ખીલવું અને ખરવું એ તો જીવનનો ક્રમ છે છતાં,  

પાનખર પછી વસંત છે એની તમને ક્યાં ખબર છે.


ખર્યા પછી પણ ઉડી ઉડીને એકમેકને ગળે મળે છે,

જીવન આનું નામ છે એની તમને ક્યાં ખબર છે.

વર્ષા, પડ્યાં વિખૂટાં અહીંથી પ્રકૃતિ એની સાક્ષી છે,

અમે વૃક્ષની શોભા હતાં એની તમને ક્યાં ખબર છે


Rate this content
Log in