STORYMIRROR

Dr.Bhavana Shah

Drama

3  

Dr.Bhavana Shah

Drama

તમે

તમે

1 min
124

તમે નહિ આવો જાણું છું છતાં,

શી આશ છે મનને મારા !


પગરવના નિત્ય ભણકાર વાગે એમના,

આછા આછા અણસાર આવે એમના,        

તમે નહીં તો તમારા ગીતો ભલા !


મને લાગે છે તમેે મારી આસપાસ છો,

ખીલ્યા છે પુષ્પો યાદના તમે સુવાસ છો,

તમે નહીં તો તમારા સ્મરણો ભલા !


હવે તો પ્રકૃતિય તમારું રૂપ લઈ આવે છે,

 હું હવે હું રહીશ તો ને ! ખૂબ ભય લાગે છે,

તમે નહીં તો તમારા બહુરૂપ ભલા !


Rate this content
Log in

Similar gujarati poem from Drama