STORYMIRROR

Sanket Vyas Sk

Drama

2  

Sanket Vyas Sk

Drama

તમે સૂઈ રહ્યા છો !!!???

તમે સૂઈ રહ્યા છો !!!???

2 mins
489


દુનિયામાં કેવો કેવો બદલાવ આવી રહ્યો છે. 

દુનિયાના રીત-રીવાજો, અનેક વસ્તુઓમાં ભેળસેળ, લુંટફાટ, પ્રેમમાં પડ્યા હોવા છતાં એમાં મળતો દગો, દબાણ, ભાવવધારો, જી એસ ટી, નોટબંધી આવું ઘણું બધું રસ પડે એવું હોય છે પણ ઘણીવાર એમાં જોવા જેવો ઘણો બધો બદલાવ પણ આવતો હોય છે . આ ચેન્જ/બદલાવ આવે અને આપણને ખબર ના પડી હોય એવું તો બને જ નહીં .

        છતા આ ઉદાહરણ કહું છું એ સમયે મને આ કંઈ જ ખબર નહોતી "હું એકવાર દુકાનમાં દૂધની થેલી લેવાં ગયો ત્યારે મને તો ખબર જ હતી કે ભાવવધારો થઈ ગયો છે એટલે દૂધ નો ભાવ પણ વધુ થઈ ગયો હતો, મેં તો રાબેતામુજબ દૂધની થેલી અને થોડીક કરીયાણાની ખરીદી તો કરી પણ બીલ હાથે આવતા મારી તો આંખો ખુલ્લી રહી ગઈ કે આ જી એસ ટી  એ બધું બીલમાં ક્યાથી આવ્યું ,!? પછી મેં દુકાનદારને પૂછ્યું ત્યારે સમજાયું કે આવો બદલાવ પણ આવી ગયો છે," 

      આવું જ ઘણી વાર આપણી લાઈફમાં થતું હોય છે પણ આપણને એ ખબર હોતી નથી, આવા બદલાવ બધી જ જગ્યાએ કંઈક અલગ જ પ્રકારના થઈ રહ્યા છે જે સમજમાં જલદી આવતા હોતા નથી, માટે હવે


       " સફાળા જાગી જાઓ "


  શું તમે સૂઈ રહ્યા છો !!!???

દુનિયા બદલાઈ રહી છે 

          શું તમે સૂઈ રહ્યા છો !!!???


સૂવાની દવા લીધી તો નથી 

છતાં એવા ધતિંગ કરો છો, 

દેખો છો છતા અજાણ્યા બનો છો...

           શું તમે સૂઈ રહ્યા છો !!!???


 ભેળસેળીયું વાતાવરણ છે 

ભેળસેળ સઘળે થાય છે,


ભેળસેળ થતી દેખો છો છતા 

             તો પણ કંઈ કહેતા નથી

   શું તમે સૂઈ રહ્યા છો !!!???

        

આંખો રુપી કેમેરા કરી રહ્યા છે કામ

એ હોવા છતાં પણ તમે રાખો છો ધ્યાન, 

રુબરુ પણ આવી દેખો જ છો

કેમેરા અંડર કામ કરાવો પાછા

            શું તમે સૂઈ રહ્યા છો !!!???


 પ્રેમ કરો છો છતાં પસ્તાવો છો

પ્રેમમાં દગો મળતાં એ આંખોથી વહાવો છો,

પ્રેમ કરી આ દેખો છો છતાં પાછાં 

પ્રેમ કરવા જાવ છો પાછા

   શું તમે સૂઈ રહ્યા છો !!!???


       ભાવવધારો, નોટબંધી, જીએસટી બધુંય આવી ગયું

જાણ સઘળી હોવા છતાં કહો

"મને ક્યાય કંઈ પણ જાણ છે!???"

તો પણ ખરીદી તો કરો જ છો પાછાં                  

શું તમે સૂઈ રહ્યા છો !!!???


Rate this content
Log in

Similar gujarati poem from Drama