તમે ને અમે
તમે ને અમે
નજરથી નજરમાં મળ્યાંતા તમે,
હદયથી થોડા ખળભળ્યા'તા અમે,
લખવી હોય ગઝલ ને
કાગળ જેવા કોરા અમે
બસ પછી હૃદયમાં શબ્દો ભરી ગયા તમે
કદી ના પૂછ્યું કે લાગણી ના ઊંડાણ કેટલા ?
બસ અહીં તો મનથી પ્રેમમાં પડી ગયા અમે,
કહ્યું હતું કે મઝધારે તોફાન,
પણ વિશ્વાસે પ્રેમનો દરિયો તરી ગયા અમે,
ના સમજ કે એક ચલ છે આ ભાવનાને
પછી પાલવભરી આંસુએ સારી ગયા અમે,
ભીડમાં એવા ભળ્યા તમે,
ને એકાંતમાં થોડી ભીડથી ડરી ગયા અમે.