STORYMIRROR

Gunvant Upadhyay

Inspirational Others

4  

Gunvant Upadhyay

Inspirational Others

તમે ગયાં તો એ ય વસાયું

તમે ગયાં તો એ ય વસાયું

1 min
26.8K


સમજ નથી કે શું ખોવાયું;

સરનામું કે ધવલ ધજાયું !


કંઠ હજુયે યાદ કરે છે--

મનગમતું જે સાચું ગાયું !


સ્વયં સરોવર જેવું અત્તર

ગૂમ થયું છે બનતાં ફાયું !


વાસ્યાં કેડે વરસો વીત્યાં

તાળું એમ જ નથી કટાયું !


વરસોનો અભ્યાસ હતો પણ--

નસનસ વ્હેતું ના જ લખાયું !


લખલખ કરતાં શું શું ખોયું;

આજુબાજું; દાયું-બાયું ?


દ્વાર હતું હંમેશાં ખુલ્લું--

તમે ગયાં તો એ ય વસાયું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational