STORYMIRROR

SHEFALI SHAH

Drama Tragedy

3  

SHEFALI SHAH

Drama Tragedy

તકદીરનો તકાજો

તકદીરનો તકાજો

1 min
401

કસોટી મારી કંઇક એવી રીતે થઈ, ચારે બાજુથી હાર મારી નિશ્ચિત થઈ.

આવીને ઊભી છું એક એવા વળાંકે, જ્યાં નજરની દ્રષ્ટિ એકદમ જ ધૂંધળી થઈ.

થોડા જવાબના બદલામાં ગણતરીબાજ લાગ્યા, ત્યાં જ લાગણીના એરણ પણ હાર નિશ્ચિત થઈ.

સઘળી એષણા હવે દમ તોડે તો સારું, પણ ક્યાં કદી કોઈ દુઆ મારી કબૂલ થઈ.?

બહાવરી બની શોધું છું મારો પડછાયો, પણ લાગે છે એના જીવનમાંથી મારી છાયા દૂર થઈ.

મૂળસોતું ઉખડી ગયું અસ્તિત્વ એનામાંથી, જાણે હું મારાથી જ જોજનો દૂર થઈ.

આશા મારી જીર્ણ શિર્ણ થઈ. સમયની રમત છે કે કોઈ તકદીરનો તકાજો.?

જીવન જીવવાની અભિલાષા મારાથી દૂર થઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama