તિરાડ
તિરાડ


હું તને સમજ્યો નથી કે,
તું મને સમજી નથી,
એ વાતને આજ દિન સુધી,
હું પણ સમજી શક્યો નથી.
તારી હા માં મારી હા,
તારી ના માં મારી નાં,
હા અને ના માં શું કરવું,
તે વાત પણ હું સમજી શક્યો નથી.
આપણે બંને ચર્ચા કરીયે,
વડચડના મેદાને ઉતરીયે,
વાતનો શું નિવેડો આવશે,
એ હકીકત હું સમજ્યો નથી.
કેવું તરંગી મન છે તારું કે,
તરંગી મન છે મારું,
કોણ તરંગી છે બંનેમાંથી,
એ નિર્ણય હું કરી શક્યો નથી.
તું રિસાયતો હું મનાવું,
હું રિસાવ તો તું મનાવે,
ક્યાં સુધી ચાલશે આવું,
તે હું સહન કરી શકતો નથી.
ચાલ છોડીયે વ્યથા સઘળી,
બનીયે એક આદર્શ દંપતિ,
"મુરલી" ના દિલની તું રાણી,
એ તું કેમ સમજી શકતી નથી.