થયું
થયું
નયનને નયનથી નીરખવાનું થયું,
નજરની ભાષા સમજવાનું થયું,
શબ્દો સૂના થઈ હાર સ્વીકારે,
અદ્રશ્ય તારથી જોડાવાનું થયું,
અંતરે મચી ગઈ હલચલ કેટલી,
ને ઉરને પછી ફફડવાનું થયું,
વિચારશૂન્યતામાં વિચરતાને,
ત્યાગી નિદ્રાને જાગવાનું થયું,
રંગતરબોળ શમણાં પ્રગટ્યાં,
માનસપટલે મ્હાલવાનું થયું.
