થોડું વિચિત્ર પણ
થોડું વિચિત્ર પણ
સપનામાં એક મહેલ જોયો
મહેલ પણ વિચિત્ર જોયો
નહોતા એને બારી બારણા
ખાલી ખમ એક મહેલ જોયો,
વિચાર આવ્યો કોનો છે મહેલ ?
ત્યાં તો એક ચકલીનો અવાજ આવ્યો
સમજ ના પડી ચકલીની બોલી
શ્વાસ થોડો ઊંડો લીધો,
ચકલીની ચીં ચીં સાથે
થોડી થોડી બોલી સમજાણી
શ્વાસ તમારો નવ દસ સુધી લો
અમારી તકલીફો સમજાશે,
આખો દિવસ મોબાઈલમાં મસ્ત
અમને અવગણતા તમે
કુદરતને માણવાને બદલે
સ્ટેટસમાં કુદરતનો પ્રેમ બતાવે,
જુઠી દુનિયામાં રાચતા તમે
હવે અમારો મહેલ થયો ખાલી
પર્યાવરણને બગાડવા મથતા
પશુ પંખીઓની હત્યા કરતા,
ધીરે ધીરે ધરતી થશે બંજર
પાણી માટે વલખાં મારજો
અમારા ખાલી મહેલની જેમ
તમારા ઘર પણ વિચિત્ર લાગશે,
જાગો હવે એવું તમે કહેતા
પણ સ્વયં કોઈ જાગૃત નથી થતાં
એકબીજાને વિચિત્ર સમજી
સામાજિક સંબંધોમાં ઓટ આવી,
સપનામાં એક મહેલ જોયો
મહેલ પણ વિચિત્ર જોયો
ધારીને જોયું તો એ
બસ મારા ઘર જેવો જ લાગ્યો.
નથી રહ્યા સંવેદનાના બારી બારણા
ખાલીખમ નિર્જીવ મહેલ જોયો.
